જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ભારતની 3 દિવસની મુલાકાતે, મોદી સાથે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે બેઠક યોજી હતી અને દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા પર વિવિધ મુદ્દાઓની પર ચર્ચાવિચારણા કરી હતી.

મોદીએ નવી દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન પર સ્કોલ્ઝનું સ્વાગત કર્યું હતું તથા સંરક્ષણ, વેપાર અને સ્વચ્છ ઊર્જા જેવા ક્ષેત્રો પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું. સ્કોલ્ઝ તેમની ત્રણ દિવસની ભારતની સત્તાવાર મુલાકાતના ભાગરૂપે ગુરુવારે મોડી રાત્રે દિલ્હી પહોંચ્યા હતાં.કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે તેમનું સ્વાગત કર્યું હતું.

ભારતના વિદેશ મંત્રાલયે અગાઉ જણાવ્યું હતું કે સ્કોલ્ઝ મોદીના આમંત્રણ પર 24-26 ઓક્ટોબર દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લેશે.શુક્રવારે, મોદી અને સ્કોલ્ઝ હૈદરાબાદ હાઉસ ખાતે સાતમી ઇન્ટરગવર્નમેન્ટલ કન્સલ્ટન્ટેશન્સ (IGC)ની સહ અધ્યક્ષતા કરશે.IGC બંને દેશો વચ્ચેનું એક માળખું છે, જેમાં બંને દેશોના પ્રધાને તેમની સંબંધિત ક્ષેત્રો અંગે વિચારવિમર્શ કરે છે તથા વડાપ્રધાન અને ચાન્સેલરને રીપોર્ટ સુપરત કરે છે. IGC એક દ્વિવાર્ષિક કવાયત છે. છેલ્લી IGC મે 2022માં બર્લિનમાં યોજાઈ હતી. મોદી અને સ્કોલ્ઝ વચ્ચેની બેઠકમાં જર્મન-ઇન્ડિયન ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ (GSDP) પર સહમતિ બની હતી.

જર્મન વાઈસ ચાન્સેલર રોબર્ટ હેબેકે જર્મન બિઝનેસની 18મી એશિયા-પેસિફિક કોન્ફરન્સના મહત્વ પર વાત કરી હતી. આ કોન્ફરન્સ દિલ્હીમાં શુક્રવાર અને શનિવારે યોજાશે.જર્મન કેબિનેટે તાજેતરમાં “ફોકસ ઓન ઇન્ડિયા” દસ્તાવેજને મંજૂરી આપી હતી. આ દસ્તાવેજ મુજબ તમામ મંત્રાલયો અને વિભાગો એકસાથે આવ્યા હતી અને દ્વિપક્ષીય સંબંધોને “નેક્સ્ટ લેવલ” પર લઇ જવા સંમત થયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *